Skip to main content

Posts

Showing posts from August, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.

                      ઝારખંડના પાટનગર રાંચીનાં  લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.  તારીખ :૨૬-૦૮-૨૦૨૩ થી  તારીખ : ૨૭-૦૮-૨૦૨૩ દરમ્યાન ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું હતું. આઝાદીના સ્વાતંત્રસંગ્રામના વીરશહીદો અને પ્રચંડ આદિવાસીત્વની જ્યોતિ જ્યાંથી સળગી એવા ઝારખંડ રાજયના પાટનગર રાંચીમાં રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન મધ્ય ભારતના અનેક આદિવાસી યુવાનોના મન પર રાજ કરનાર ડો.હિરાલાલ અલાવાજીની ટીમ જય આદિવાસી યુવા શક્તિ અને 77 વર્ષે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ  ધરાવતા સંયમ સાથે કાયદાકીય લડત લડવાના હિમાયતી યુવાન અશોકભાઈ ચૌધરીજીના રાષ્ટ્રીય આદિવાસી સમનવ્ય મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.મણિપુર હિંસા અને UCC સહિતના વિવિધ મુદ્દે દેશભરના રાજ્યોના આગેવાનોને ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું,          જેમાં ગુજરાતથી સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાજી, ડો.ચેતન પટેલ, ડો.એ જી પટેલ, ધનસુખભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ વસાવા,ઝવેરભાઈ વસાવા, ડૉ . નિરવ પટેલ સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો,જેમાં કોકરાઝાર આસામના સાંસદશ્રી નબકુમાર સરણ

નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

     નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.     તારીખ ૨૮-૦૮-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે નવસારી જિલ્લાના  માનનીય કલેકટરશ્રી અમિત  પ્રકાશ યાદવ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.                       જેમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવી, અન્ય ૧૨ કેડરનાં સરકારી /અર્ધ સરકારી કર્મચારીઓને સપ્રમાણ કામગીરીની સોંપણી કરવી, ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ફરજ બજાવતા તમામ સરકારી /અર્ધ સરકારી કેડરનાં કર્મચારીઓનું રજિસ્ટર નિભાવી જેમણે આજ  દિન સુધી બીએલઓની કામગીરી કરેલ ન હોય તેને પ્રથમ પ્રાધાન્ય આપવું ત્યાર બાદ રોટેશન પ્રમાણે કામગીરીની સોંપણી કરવી, સતત ત્રણ વર્ષ સુધી બીએલઓની કામગીરી કરેલ હોય તેમને તત્કાળ મુક્તિ આપવી, ૫૦ વર્ષ કરતાં વધુ વયના કર્મચારીઓને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવી, મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ ગણિત વિજ્ઞાનના શિક્ષકોને આ કાર્યમાંથી મુક્તિ આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્ય

નાંધઈ પ્રાથમિક શાળામાં સહ્યાદ્રિ કંપની લિમિટેડ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

        નાંધઈ પ્રાથમિક શાળામાં સહ્યાદ્રિ કંપની લિમિટેડ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સહ્યાદ્રિ કંપની લિમિટેડ દ્વારા શાળાના ૧૮૧ બાળકોને  શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપભાઈ પટેલ આછવણી તથા શિવશક્તિ સ્ટીલ ખેરગામનાં ઓનર નિખીલભાઈ નાં સહયોગથી શાળાના બાળકોને ચોકલેટ, પાઉચ, પેન્સિલ, રબર, સંચો અને માપપટ્ટી જેવી બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા દાતાશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભાર માની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.    

બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

                    બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખાના ૧૧૬ વર્ષ પૂર્ણ થતાં નાંધઈ પ્રાથમિક શાળાના ૧૮૧ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્ક ઓફ બરોડાનાં મેનેજર અને કર્મચારી દ્વારા doms ની શૈક્ષણિક કીટ જેમાં સ્કેચ પેન, કલર બોક્ષ, મીણીયા કલર,  પેન્સિલ, રબર, સંચો અને માપપટ્ટી જેવી બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેન્કના કર્મચારી દ્વારા શાળાના પટાંગણમાં ચાર નાળિયેરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા બેન્ક ઓફ બરોડાના ઉમદા કાર્ય  માટે તેમનાં ગૃપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની શાખાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખેરગામ તાલુકાના બહેજ ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

    ખેરગામ તાલુકાના બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. તારીખ ,૧૮-૦૮-૨૦૨૩નાં દિને બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ખેરગામ તાલુકાના ૨૨ ગામોમાંથી ગ્રામપંચાયતનાં સરપંચશ્રીઓ માટીનો કળશ લઈ દશેરા ટેકરી ખાતે પધાર્યા હતા. અહીંથી  માટીનાં કળશ લઈ બહેજ ગામનાં રૂપાભવાની માતાનાં મદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યાં માટીને સન્માનપૂર્વક ભેગી કરવામાં આવી હતી. જે માટીના કળશને ભેગા કરી તાલુકા પંચાયત ખાતે મોકલવામાં આવ્યા હતાં. આ શુભ અવસરે માનનીય ધારાસભ્ય નરેશભાઈ પટેલનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ  મહેમાનો દ્વારા દેશની સુરક્ષા અને દેશ માટે કંઈક કરી છૂટવાનાં શપથ લેવામાં આવ્યાં હતાં.     આ  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી વિધાનસભાના માનનીય  ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મન કાછ સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ સાહેબ, ખેરગામ પી.એસ.આઈ. સાહેબ, તાલુકા પંચાયતન

ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.

     ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.  આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ ખાખરી ફળિયા  પ્રાથમિક શાળા ખેરગામ તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.               ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિ માં બધા બાળકોએ ભ

ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

     ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો. ધરમપુર તા.19/08/2023 એ સમરસ ગ્રામપંચાયત મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળા 19/08/1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 68 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષકશ્રીના જણાવ્યા અનુસાર ગામની શાળામાં આજદિન સુધીમાં 2144 વિધાર્થીઓ આ  શાળામાં અભ્યાસ કરી ચૂક્યાં છે. આ શાળામાં 'બોલેગા બચપન કાર્યક્રમ' અંતર્ગત  બાળકોને પ્રાર્થના સંમેલનમાં અલગ અલગ વિષયો પર દરરોજ બોલવાનું હોઈ છે. જેથી બાળકોને જાહેરમાં બોલવામાં લાગતો ડર અને ક્ષોભ નીકળી જાય છે. આ પ્રસંગે ઉપસ્થિત ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે કહ્યું હતું કે, "હું મારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોનો આભારી છુ કે જેમના થકી આજે ગામની પ્રાથમિક શાળામાં ભારત દેશનું બંધારણનું જ્ઞાન બાળકોને અપાઈ રહ્યું છે." આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ,મોટી સંખ્યામાં બાળકો, સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી ફાલ્ગુની બેન,SMC સભ્યશ્રી કૌશિક ભાઈ,સભ્યશ્રી પ્રિયંકાબેન, સભ્યશ્રી સ્મિતાબેન,સભ્યશ્રી અનિષાબેન શાળાના પ્રિન્

વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો

       વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.  આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.               ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિ માં બધા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં