ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો
Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ રૂમ એડવાન્સ ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે. જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી...