ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૧) જૈમિની પટેલ ૧૨૫ ગુણ સાથે ૪૫મો રેન્ક, કન્યા શાળા ખેરગામની (૨) રીમા સુથાર ૧૨૧ ગુણ સાથે ૬૭મો રેન્ક, તથા (૩) નિધિકુમારી પટેલ ૧૨૧ ગુણ સાથે ૭૦મો રેન્ક, નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૪) રોનકકુમાર પટેલ ૧૨૦ ગુણ સાથે ૭૬મો રેન્ક, વિદ્યામંદિર પણંજનાં (૫) રિધ્ધિ પટેલ ૧૧૯ ગુણ સાથે ૮૫મો રેન્ક તથા (૬) યશકુમાર પટેલ ૧૧૮ ગુણ સાથે ૯૧મો રેન્ક અને શામળા ફળિયા ખેરગામની વિદ્યાર્થિની (૭) ખુશી પટેલ ૧૧૭ ગુણ સાથે ૯૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવી ₹48000/- ( માસિક 1000 રૂપિયા લેખે 48 માસ સુધી) શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળા અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે. 'NMMS' પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુ...