ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad
Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad *દાહોદ જિલ્લાના બાળકોએ ઉજ્જવળ ભવિષ્યની દિશામાં “કુમકુમના પગલાં પાડ્યા*” ૦૦૦ *ગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક... Posted by Info Dahod GoG on Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by Info Dahod GoG on Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by Info Dahod GoG on Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪ ૦૦ દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ... Posted by Info Dahod GoG on Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી ૦૦ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ... Posted by...