Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

 Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ તેજસ્વી તારલાઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું... અને ૧૦૦ ટકા હાજરી ધરાવનાર બાળકોનું સન્માન  કરવામાં આવ્યું.અને શાળાની બે બાળાઓએ અમૃતવચન રજૂ કર્યું હતું. ત્યાર બાદ દિનેશભાઈ  તરફથી  વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવા બદલ શાળા પરિવાર તરફથી એક સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.. તેમજ ફતેસિહભાઈ ને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.. ત્યાર બાદ મુખ્ય મહેમાનશ્રી એ.. એમનું વકતવ્ય રજૂ કર્યું...જેમાં શાળા અને સમાજ એક થાય અને શિક્ષણ આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવે તે અંગે ચર્ચા કરી.. ત્યાર બાદ શાળા ના  ઉપશિક્ષક દીપકભાઈ એ આભારવિધિ કરી. અને.. કમ્પ્યુટર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..







Comments

Popular posts from this blog

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવા

રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત.

           રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત. ચીખલી સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ વિજેતાનું સન્માન કરાયું. રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ મળતા નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે વસ્ત્ર શૃષારનું અનેરું મહત્વ છે. ત્યારે સુરતનાં સરથાણામાં દુલ્હન શૃંગાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી ૭૫૦ બ્યુટીશીયનએ ભાગ લીધો હતો અને પોતાના કૌશલ્ય થકી એક કલાકનાં સમયગાળામાં દુલ્હનને તૈયાર કરી હતી. જેમાં રાનકુવામાં પરીરૂપ બ્યુટીપાર્લર ચલાવતી અને ચીખલી તાલુકાના બામણવેલ ગામના કલવાચ ફળીયામાં રહેતી પ્રીતિબેન રશ્મિકાંત પટેલે ભાગ લીધો હતો. અને રાનકુવાની યુવતીને દુલ્હનનો શૃંગાર કર્યો હતો. જેને કેમ્બો એવોર્ડ એનાયત કરાયો હતો. આ સ્પર્ધામાં ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ, મહિમા ચૌધરી અને ટીવી કલાકાર પારુલ ચૌહાણનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. જેને લઇ ચીખલી પંથકમાં ખુશી વ્યાપી ગઈ હતી ત્યારે આજરોજ ચીખલી સર્કિટ હાઉસ ખાતે