ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું. તારીખ :૨૬-૦૮-૨૦૨૩ થી તારીખ : ૨૭-૦૮-૨૦૨૩ દરમ્યાન ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું હતું. આઝાદીના સ્વાતંત્રસંગ્રામના વીરશહીદો અને પ્રચંડ આદિવાસીત્વની જ્યોતિ જ્યાંથી સળગી એવા ઝારખંડ રાજયના પાટનગર રાંચીમાં રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન મધ્ય ભારતના અનેક આદિવાસી યુવાનોના મન પર રાજ કરનાર ડો.હિરાલાલ અલાવાજીની ટીમ જય આદિવાસી યુવા શક્તિ અને 77 વર્ષે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ ધરાવતા સંયમ સાથે કાયદાકીય લડત લડવાના હિમાયતી યુવાન અશોકભાઈ ચૌધરીજીના રાષ્ટ્રીય આદિવાસી સમનવ્ય મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.મણિપુર હિંસા અને UCC સહિતના વિવિધ મુદ્દે દેશભરના રાજ્યોના આગેવાનોને ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં ગુજરાતથી સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાજી, ડો.ચેતન પટેલ, ડો.એ જી પટેલ, ધનસુખભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ વસાવા,ઝવે...