ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ મ...