Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો.

      

Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો.

ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, નવસારી જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.જે નવસારી જિલ્લામાં  ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ તા.૨૦/૦૧/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઇવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃતા કરશે .


 જ્યાં આજે તારીખ ૧૭-૦૨-૨૦૨૪નાં દિને ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ ખેરગામ ખાતે આવી હતી જે ખેરગામનાં પબ્લિક પેલેસની જગ્યાએ ગોઠવી ઇવીએમ-વીવીપેટનું નિદર્શન કર્યું હતું. 

 ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી, તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવી. મતદારોને ઇવીએમ દ્વારા મત અપાવી તેમણે જે નિશાનને મત આપ્યો છે તેજ કાપલી નીકળે કે નહિ તેની ઇવીએમ સાથે જોડાયેલ અધિકારી દ્વારા ખાતરી કરાવી હતી. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવી હતી.

જેમાં ખેરગામ બજાર, ખેરગામ ગ્રામપંચાયત, ખેરગામ દશેરા ટેકરી, ખેરગામ એપીએમસી માર્કેટ, ખેરગામ પોમાપાળ ફળિયા, ખેરગામ બંધાs ફળિયા, ખેરગામ વેણ ફળિયા, ખેરગામ સરસીયા ફળિયા, ખેરગામ બાવળી ફળિયા તેમજ ખેરગામ તાલુકાનાં વિવિધ ગામો જેવા કે વાવ, વાડ, પણંજ અને આછવણીનાં સ્થળો પર ઇવીએમ-વીવીપેટનું નિદર્શન કરી પ્રાયોગિક રીતે મતદાન કરાવી પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી. 

          Dashera tekari Khergam (evm demo)

ખેરગામ દશેરા ટેકરી ખાતે  ઇવીએમ વીવીપેટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર, ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીજ્ઞેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં આજુબાજુના દુકાનદારો તેમજ રાહદારીઓએ ચૂંટણી પહેલાં (EVM) Electronic Voting Machine (VVPAT) Voter Verifiable Paper Audit Trail દ્વારા મતદાન કરવાનો આનંદ માણ્યો હતો.

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ.

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ. આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુભારંભ કરવામાંઆવશે. જે અંતર્ગત, નવસારી જિલ્લામાં થીમ આધારિત સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમો અને પ્રવ્રુત્તિઓની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલછે. આ ઉપરાંત, સરકારશ્રી વિવિધ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની રજૂઆતો અને અરજીઓનોસ્થળ પર જનિકાલ માટે ૧૦ મા તબક્કાના સેવા સેતુકાર્યક્રમો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી નવસારીજિલ્લામાં યોજાનાર છે. #TeamNavsari Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari Posted by Info Navsari GoG on Friday, September 13, 2024