ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.
Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું. તા.30/01/2024 એ ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન મામાભાચા કુળ કુટુંબ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-8 નું આયોજન રમતું ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને આજરોજ ફાઇનલ મેચ રમવા પહેલા રાષ્ટ્રીય ગીત ગાઈને ફાઇનલ મેચ રમવાની શરૂઆત કરવામાં આવી અને આયોજક મિત્રોને ભારતીય સંવિધાન (ભારત દેશનું બંધારણ)ની બુક આપવામાં આવી. જેમાં આદિવાસી સમાજના ચૌધરી,ગાંવીત,બાગુલ, ખરપડે,ભેંસરા, દેશમુખ,માલધર્યા, કાંનાત, કનુજા, ભગરિયા, વાઘેરા,સાહરે,માંઢા,મોકાસી,ખાસિયા,ભોયા,વારડે, થોરાટ, વાઘમારે,ખાડમ,ગવળી,ધૂમ,જોગારી, પીઠે, પઢેર, શેવરે, ગાયકવાડ, માંહલા, પવાર, ઠાકરે, બારિયા, મોર્યા, પાડવી, ગાડર, જાદવ,ગાગોડા કુળ કુટુંબ પરિવારની 36 ટીમોએ ભાગ લીધો હતો. જ્યાં ફાઇનલ મેચમાં ટીમ વિજેતા ગવળી પરિવાર રહી હતી અને જેને રોકડ ઇનામ 40,000/- ચાલીસ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી,અને રનર્સ અપ તરીકે માંઢા પરિવાર રહી હતી જેને રોકડ ઇનામ 20,000/- વીસ ...