Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.

   

Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.

તા.30/01/2024 એ ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન મામાભાચા કુળ કુટુંબ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-8 નું આયોજન રમતું ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને આજરોજ ફાઇનલ મેચ રમવા પહેલા રાષ્ટ્રીય ગીત ગાઈને ફાઇનલ મેચ  રમવાની શરૂઆત કરવામાં આવી અને આયોજક મિત્રોને ભારતીય સંવિધાન (ભારત દેશનું બંધારણ)ની બુક આપવામાં આવી.

જેમાં આદિવાસી સમાજના ચૌધરી,ગાંવીત,બાગુલ, ખરપડે,ભેંસરા, દેશમુખ,માલધર્યા, કાંનાત, કનુજા, ભગરિયા, વાઘેરા,સાહરે,માંઢા,મોકાસી,ખાસિયા,ભોયા,વારડે, થોરાટ, વાઘમારે,ખાડમ,ગવળી,ધૂમ,જોગારી, પીઠે, પઢેર, શેવરે, ગાયકવાડ, માંહલા, પવાર, ઠાકરે, બારિયા, મોર્યા, પાડવી, ગાડર, જાદવ,ગાગોડા કુળ કુટુંબ પરિવારની 36 ટીમોએ ભાગ લીધો હતો.

જ્યાં ફાઇનલ મેચમાં ટીમ વિજેતા ગવળી પરિવાર રહી હતી અને જેને રોકડ ઇનામ 40,000/- ચાલીસ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી,અને રનર્સ અપ તરીકે માંઢા પરિવાર રહી હતી જેને રોકડ ઇનામ 20,000/- વીસ હજાર  અને ટ્રોફી આપવામાં આવી હતી જ્યાં મામાભાચા ગામના સરપંચશ્રી રમણ પાટીલ, ખાસ હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો રમતુંભાઈ અને એમની  સમગ્ર ટીમ દ્વારા ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલનું બહુમાન કર્યું. તે બદલ તેઓ આયોજક મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


Comments

Popular posts from this blog

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આય...

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

                Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપ...

#Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના...