ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર રૂમલા, સહિત મો...