ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તારીખ : 15/11/2023 ના દિને ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ,ધરમપુર ખાતે બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
જળ, જંગલ અને જમીન બચાવવા માટે સઘર્ષ કરનાર ક્રાંતિકારી યોદ્ધા એ માત્ર 25 વર્ષ ની ઉંમરે બ્રિટિશ શાસનના પાયા હચામચવી નાખનાર, દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર,આદિવાસીઓ માટે આજીવન સઘર્ષ કરનાર મહામાનવ,ધરતી આબા જનનાયક આદિવાસી નેતા ક્રાંતિકારી બિરસા મુંડાજીને 148 મી જન્મ જયંતી પર ધરમપુરનાં આગેવાનો દ્વારા બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
જેમાં ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ અટાર, કમલેશ પટેલ, હેમંત પટેલ, હાર્દિક પટેલ, પ્રણય પટેલ, નીરવ પટેલ, નિર્મલ સુરતી, યોગેશ ભાઈ,પરિમલભાઈ,વિશાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment