ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ: આજ રોજ તારીખ -૧૪-૦૪-૨૦૨૩નાં દિને ખેરગામનાં ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવનચરિત્ર અને સમાજના ઉત્થાનના કાર્યોની ચર્ચા કરી ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરો-અંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. સરપંચ કાર્તિક પટેલ, નટુભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ડો.અમિત, ડો.કૃણાલ, નમ્રતા, અંકુર શુક્લા, ડો.રવિન્દ્ર, યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ, જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી, મોહનભાઇ નારણપોર, વિમલભાઈ વકીલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, દલપત પટેલ, કીર્તિ પટેલ, નિતેશ પટેલ, રાકેશ પટેલ,વકીલ નિશાંત પરમાર,જીગ્નેશ પટેલ,જીતેન્દ્ર,ભાવેશ, ભાવિન, કાર્તિક, રીંકેશ, યોગિતા, જયમીન,પથ...