Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.

     

વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.

 ૧લી નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" નિમિત્તે "આયુર્વેદ ફોર વન હેલ્થ" તથા "હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ" અંતર્ગત વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા. આયુષના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે રાણી ફળિયાથી વાંસદા જલારામ હોલ સુધી ગુરુકુળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તમામ પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતાં.





Comments

Popular posts from this blog

બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

                    બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખાના ૧૧૬ વર્ષ પૂર્ણ થતાં નાંધઈ પ્રાથમિક શાળાના ૧૮૧ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્ક ઓફ બરોડાનાં મેનેજર અને કર્મચારી દ્વારા doms ની શૈક્ષણિક કીટ જેમાં સ્કેચ પેન, કલર બોક્ષ, મીણીયા કલર,  પેન્સિલ, રબર, સંચો અને માપપટ્ટી જેવી બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેન્કના કર્મચારી દ્વારા શાળાના પટાંગણમાં ચાર નાળિયેરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા બેન્ક ઓફ બરોડાના ઉમદા કાર્ય  માટે તેમનાં ગૃપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની શાખાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

     ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                                                              આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર...