ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામના આગેવાનો દ્વારા ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ.
તારીખ -૧૫-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ બીરસા મુંડા સર્કલ ખાતે ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની ૧૪૮મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ખેરગામ ગામના આગેવાનો દ્વારા ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, રમેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ડૉ.સંજયભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વાડ ગામના આગેવાનો દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Comments
Post a Comment