Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ.
" સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ "
વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું. ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદાના શ્રેષ્ઠ દસ ટીમના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર વિશાલ શંકર ભાઈ પટેલનું સ્વિમિંગમાં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકાનું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામમાંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનોને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવામાં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભાનું સન્માન થયું હતું.
ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીની ટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયરને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારનાં આગેવાનો શ્રી રાકેશભાઈ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ પટેલ સુ. ફે. ડીરેકટર શ્રી યોગેશભાઈ ગરાસિયા શ્રીમતી રીંકલ બેન સરપંચ શ્રી દિશા ધોડિયા સમાજના પ્રમુખશ્રી કમલેશભાઈ વસરાઇના દિશા ધોડિયા સમાજભવનનાં મંત્રીશ્રી મુકેશભાઇ મહેતા, તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. તેમના દ્વારા ટ્રોફી ઓ તેમજ રોકડ ઈનામો અપાયા હતાં.
Comments
Post a Comment