Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam:ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

Khergam:ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત 


તારીખ : ૨૦-૦૭-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હાજરી આપી દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા જરૂરી ચર્ચા વિચારણા કરી ત્યારબાદ વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમને મળતી અને ખૂટતી સેવા, સુવિધા અને સ્વાસ્થ્ય સારવાર અંગે તેમની સાથે ચર્ચા કરી હતી

ત્યારબાદ તેઓ  રોટરી ક્લબ, ચીખલી અને જનતા માધ્યમિક શાળા દ્વારા આયોજિત રક્તદાન શિબિર અને આરોગ્ય કેમ્પમાં હાજરી રહી સર્વે રક્તદાતાઓનો માનવીય મૂલ્યસભર સેવા આપવા બદલ હાર્દિક આભાર અભિવ્યક્ત કર્યો તથા ઉત્તમ આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતા.



આજરોજ ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હાજરી આપી દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા...

Posted by Naresh Patel on Friday, July 19, 2024

Comments