Skip to main content

Posts

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

     Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિ...

Navsari : નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

          Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

         શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૩-૦૩-૨૦૨૪નાં શનિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ઘરેથી રંગો અને પિચકારી લાવ્યા હતા. જેઓ એકબીજા પર રંગો લગાવી આનંદ માણ્યો હતો. જેમાં  બાલવાટિકા અને ધોરણ ૨થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો.તેમજ શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગ લગાવી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શામળા ફળિયા પ્રાથમિક શાળાનો દીકરો હેત્વિક પટેલ કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈ વર્ષે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો. જે આજના ધૂળેટી પર્વમાં ભાગ લઈ અમારી ખુશી ઓર વધારો કર્યો હતો. શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા તેમનાં મુખે  રંગ લગાવી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેત્વિક પટેલ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં  ભાગ લઈ તે આજે ઘણો ખુશ જોવા મળ્યો હતો.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ.

      Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ. ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિદા જે. પટેલ એ વિશ્વ જળ દિવસનો મહિમા તેમજ પાણીની ઉપયોગીતા અંગે માહિતી આપી આપી હતી આ ઉપરાંત વિશ્વ જલ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ જળનું મહત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.  વિશ્વ જળ દિવસની ઉજવણીની કરવા બદલ ખેરગામ તાલુકાના BRC Co.  વિજયભાઈ દ્વારા શાળા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

       Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. તારીખ:૨૩-૦૩-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા કેસૂડાનાં ફૂલો ભેગા કરવામાં આવ્યા હતા તેને ગરમ પાણીમાં ઉકાળીને રંગ વાવવામાં આવ્યો હતો. બાળકો  અને શિક્ષકો ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.  શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

       Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.  નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                   Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. જ્ઞાનકુંજ પરિચય જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વ...