Skip to main content

Posts

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

 Gandevi: બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ માં આજરોજ નિવૃત્ત આંગણવાડી કાર્યકર બહેનશ્રી રમીલાબેન પટેલના પ્રમુખ સ્થાને 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. બાળકો દ્વારા કાર્યક્રમને અનુરૂપ વ્યક્તવ્ય અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી હરીશભાઈ ટંડેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાજેશ્રીબેન ટંડેલ દ્વારા વાર્ષિક પરીક્ષામાં ધોરણ 4 અને 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા બાલવાટિકા થી ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ કમાંક પ્રાપ્ત કરેલા બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.  વાઘરેચ ગ્રામ પંચાયત દ્વારા વેરા સ્કીમ હેઠળ રાખવામાં આવેલ ઈનામો માટે ડ્રો પણ કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા શાળાના બાળકો માટે  તીથીભોજનના આયોજનની વાત કરતાની સાથે જ ત્રણ દાતાએ તિથીભોજન આપવાનું નક્કી કર્યું હતું. રમીલાબેન અને તેમના ભત્રીજા જેનીશભાઈ અને સર્જનભાઈ  દ્વારા તમામ બાળ...

Khergam|Toranvera : ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

  Khergam|Toranvera : ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધ...