Skip to main content

Posts

Showing posts from March, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામ તાલુકાના સાત વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળક્યા.

  ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી  (૧)  જૈમિની પટેલ   ૧૨૫ ગુણ સાથે ૪૫મો રેન્ક, કન્યા શાળા ખેરગામની (૨) રીમા સુથાર  ૧૨૧ ગુણ સાથે ૬૭મો રેન્ક, તથા (૩)  નિધિકુમારી પટેલ  ૧૨૧ ગુણ સાથે ૭૦મો રેન્ક, નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૪)  રોનકકુમાર પટેલ   ૧૨૦ ગુણ સાથે ૭૬મો રેન્ક, વિદ્યામંદિર પણંજનાં (૫)  રિધ્ધિ પટેલ  ૧૧૯ ગુણ સાથે ૮૫મો રેન્ક તથા (૬)  યશકુમાર પટેલ  ૧૧૮ ગુણ સાથે ૯૧મો રેન્ક અને શામળા ફળિયા ખેરગામની વિદ્યાર્થિની (૭)  ખુશી પટેલ  ૧૧૭ ગુણ સાથે ૯૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવી    ₹48000/- ( માસિક 1000 રૂપિયા લેખે 48 માસ સુધી)  શિષ્યવૃતિની પાત્રતા મેળવી  શાળા અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે.              'NMMS' પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ અને ખેરગામ બી.આર.સીશ્રી વિજયભાઈ પટ

ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીમાં નાહવા પડેલા બે બાળકોનાં ડૂબી જતાં મોત.

  |ખેરગામ| તારીખ ૨૯-૦૩-૨૦૨૩નાં દિને ખેરગામના ભૈરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીમાં નાહવા પડેલા ભૈરવી ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા બંને બાળકોના પરિવાર અને ગામમાં ભારે ગમગીની ફેલાઈ છે. ખેરગામ તાલુકાના ભૈરવી ગામના પટેલ ફળિયાનો મયંક કલ્પેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨)અને ભૈરવી ભાટડી ફળિયાનો જૈનમ ધર્મેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨) નામના બે ખાસ મિત્રો સાઇકલ લઈને અને અન્ય બે છોકરા ચાલતા જઈ ઔરંગા નદીના સામે કિનારે આવેલા પેલાડી ભૈરવી ખાતે આશરે બપોર ૨:૩૦ કલાકે ઔરંગા નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મયંક અને જૈનમ બંને પાણીમાં ડૂબી જતા અન્ય બે છોકરાઓ ડરી ગયા હતા. અને આજુબાજુના લોકોને બોલાવી લાવ્યા હતા. સ્થાનિક તરવૈયાએ નદીમાં ડૂબેલા બંને બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સદર ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા પીએસઆઇ જયદીપસિંહ ચાવડા સાહેબ પોલીસ ટીમ સાથે અને ખેરગામ મામલતદાર જિતેન્દ્ર સોલંકી સાહેબ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે, ડૂબી ગયેલા બંને બાળકોમાં મયંક કલ્પેશભાઈ અને જૈનમ ધર્મેશભાઈ પટેલ ધોરણ-૭ અભ્યાસ કરતા હતા.        આ બંને વિદ્યાર્થીઓ નવી ભૈરવી પ્રાથમિક શાળામાં ધોરણ -૭માં અભ્યાસ કરતાં હતાં. તારીખ ૨૯-૦૩-૨૦૨૩ના