Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ શામળા ફળિયાની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી મેળવી ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું.

   




ખેરગામની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી મેળવી નવસારી જિલ્લાના ખેરગામની વતની ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલે હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિધાશાખાના એજયુકેશન વિષયમાં (A study of self regulation and Motivation of students of higher secondary school of Dang  District)એ સ્ટડી ઓફ સેલ્ફ રેગ્યુલેશન એન્ડ સ્ટુડન્ટ ઓફ હાયર સેકેન્ડરી સ્કુલ ઓફ ડાંગ ડિસ્ટ્રીકટ શિર્ષક હેઠળ પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી,પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. ધર્મિષ્ઠા પટેલે એમનો મહાશોધ નિબંધ મોડાસા તાલુકાના બી.ડી. શાહ કોલેજ ઓફ એજયુકેશનના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.ચંદ્રેશ એચ. રાઠોડના માર્ગદર્શન તથા પૂર્વ માર્ગદર્શક સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક ઓફ એજયુકેશન કોલેજ,મહેસાણાના આસીસ્ટન્ટ પ્રો. ડો.પ્રશાંત બી.પરિહારના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ધર્મિષ્ઠા પટેલના પાંચ જેટલા પુસ્તકો અનેપાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઇ ચુકયા છે. આ સિધ્ધિમાં તેમના મિત્ર મંડળનો પણ અમુલ્ય ફાળો રહયો છે.






Comments