ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ વેણ ફળિયાનાં આશિષ એ. પટેલને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.
SB KHERGAM : 20-04-2023
તારીખ :૧૯/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે યોજાયેલ DGVCL કર્મચારી સન્માન સમારોહમાં ખેરગામ ગામનાં વેણ ફળિયાનાં રહીશ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગમાં કાર્યરત શ્રી આશિષ એ. પટેલ મીટર ટેસ્ટર વલસાડ વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલ અથાગ પ્રયત્નોથી નાણાકીય વર્ષ ર૦રર-ર૩ નો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક ૧૦૦% પૂર્ણ કરેલ છે, આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન પત્ર શ્રી જી.બી. પટેલ સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર કોર્પોરેટ ઓફિસ સુરત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DGVCL નાં અધિકારીઓ, અને કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Comments
Post a Comment