Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.

   


ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ  ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.

ખેરગામ : ૨૯-૦૪-૨૦૨૩

ખેરગામમા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક,સામાજિક,સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરીને રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ જ રૂપિયાનો જરૂરિયાતમંદ લોકો માટે સદુપયોગ કરતા હોય છે.આ વર્ષે એમના જન્મદિવસ નિમિતે ડો.દિવ્યાંગી અને ડો.નિરવ પટેલ દ્વારા વિવિધ વિષયોમાં મહારથ હાંસલ કરેલા 6 જેટલાં બાળકો જેમણે શિષ્યવૃતિની પરીક્ષામા  ખેરગામ તાલુકાનાં દ્વિજ પરેશભાઈ પટેલ,ઉન્નતિ નિલેશભાઈ પટેલ,રોનક ગણેશભાઈ પટેલ અને મહુવા તાલુકાનાં મેળવનાર દિવ્યાંગ સુનિલભાઈ પટેલ,દ્રિષ્યા નિલેશભાઈ પટેલ,નિલ રોહિતભાઈ પટેલ દ્વારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ હતું અને ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાથી ડાંગના વિદ્યાર્થીઓના શિક્ષણ સંલગ્ન વિષયમાં પીએચ.ડી.કરનાર ધર્મિષ્ઠાબેન પટેલ અને હાલમાં બી.એડ.કરી રહેલ ખેરગામ સરસિયા કોલેજની વિદ્યાર્થીની દમયંતીબેન પટેલે એન.એસ.એસ.નાં સ્વયંસેવિકા તરીકે રાજ્યકકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાનાં હાથે અવૉર્ડ મેળવી તાલુકાનું નામ રોશન કરનાર મહિલાઓનું સન્માન કર્યું હતું.આ બાબતે ડો.દિવ્યાંગી નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા મમ્મી-પપ્પા-સાસુમા શિક્ષક હોવાથી અમારો પરિવાર વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલો છે.અમારા બંનેનાં માતા-પિતા દ્વારા ગરીબોને શિક્ષણ આપવાના અવિરત ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતાં અને અમારા સાસુમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મહામહિમ રાજ્યપાલ કમલાબેન બેનીવાલજીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ જીતી ચુક્યા છે.આથી શિક્ષણ એ અમારા માટે પણ ખુબ જ રસનો વિષય હોય અમારા આજીવન પ્રયત્નો દરેક બાળકો ખુબ ભણે અને દેશ તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કરે એવી અમારી અંતરમનની પ્રબળ ઈચ્છા છે.આથી જન્મદિવસ નિમિત્તે આવા હોનહાર તારલાઓનું સન્માન કરી એ લોકોને સન્માનિત કરવાનો મોકો મળ્યો એ માટે તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. 



Comments

Popular posts from this blog

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડળના પ્

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મ

Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો

  Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો  જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો  આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ રૂમ એડવાન્સ ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે.    જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૮ દ