સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.
વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી.
ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા.
વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સાયન્સની પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ નોટબુકમાં લખ્યુ હતું કે, મેથ્સમાં૧૦૦માંથી ૧૦૦ ટકાઆવશે અને તે મુજબ જ માર્ક આવ્યા છે.પોતાની સફળતા અંગે ઉત્સવ કહે છે કે,મોબાઈલના ઉપયોગ વડે જ વિવિધ વિષયના શિક્ષકોના તજજ્ઞ વીડિયો નેટ પરથી જોઈને અભ્યાસ કર્યો હતો અને શાળામાં એનસીઈઆરટીના પુસ્તકોનું વાંચન તેમજ શિક્ષકોના માર્ગદર્શન થકી આ ઝળહળતી સફળતા મેળવી છે. મોબાઈલ પર એપ્લિકેશન વડે રોજના ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. માઈન્ડ ફ્રેશ કરવા માટે જમતી વેળામાત્ર ૨૦ મીનિટ ટીવી જોઈ લેતો હતો.
Comments
Post a Comment