Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

  

ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી.

સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મહાદાનના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી ખુબ સારા કાર્યો કરવાનો વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો પાસે દ્રઢ નિશ્ચય કરાવ્યો હતો. 



Comments