ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન, આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન, ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી વિભાબેન જે. પટેલ , એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.
.jpeg)




.jpeg)




.jpeg)
Comments
Post a Comment