ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવતાં ભારે નુકશાન.
ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થતાં અમારી સમસ્ત આદિવાસી સમાજની ટીમ દ્વારા પરિવારને આશરે 1-1.5 મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા. ડૉ.નિરવ પટેલની ટીમ ત્યાં મદદ માટે ગઈ હતી ત્યારે પણ આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના આ પ્રસંગને દીપાવ્યો.આ પ્રસંગે મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતના ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Comments
Post a Comment