Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

    

ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો સંભળાયા તેની નોંધ કરાવવામાં આવી. 

બીજા દિવસની તાલીમની શુભ શરૂઆત બહેનોના કોકિલ કંઠે પ્રાર્થના, ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ઉપલી બેજઝરી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી સાધનાબહેન પટેલ દ્વારા રજૂ કરાયેલ  "ઓ પતંગિયા મને શીખવી જાજે ઊડવાનું" ગીત તમામ શિક્ષકોને ડોલાવી દીધા હતા. તમામ શિક્ષકોને ગૃપમાં વર્ગીકૃત કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેના ભાગરૂપે દરેક ગૃપને વિવિધ મૃત વસ્તુઓ આપવામાં આવી હતી તેના દ્વારા પ્રાણી કે પક્ષીઓના આકાર બનાવવાના હતા તેને સમય મર્યાદામાં પૂર્ણ કરાવી ગૃપે બનાવેલા પસંદગીના ચિત્ર  પાછળના કારણો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.   ત્યારબાદ તેનું વર્ગ સમક્ષ રજુ કરી તેના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. 

વાડ મુખ્ય શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પટેલ દ્વારા હાવભાવ સાથે વાર્તા રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે આપવામાં આવેલ  હોમવર્ક ઊંટના ચિત્રમાં ચિટકકામ કરી બીજા દિવસના પ્રથમ સેશનમાં ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તજજ્ઞો મિત્ર દ્વારા પ્રશ્નોતરી સેશન દરમ્યાન શિક્ષકો પાસેથી કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા બાળકોની માનસિક, શારીરિક, બૌધિક,વૈચારિક શક્તિનો વિકાસ કરી શકાય તેના જવાબો મેળવવામાં આવ્યા અને તેની નોંધ કરવામાં આવી. ત્યારબાદ સાત ખંડના નામના ગૃપ બનાવી દરેક ગૃપને ત્રણ શબ્દો આપવામાં આવ્યા હતા. તે શબ્દોનો ઉપયોગ કરી દશ મિનિટમાં વાર્તા લેખન કરવાનું હતું તે કાર્ય બખૂબી દશ મિનિટમાં પૂર્ણ કરી વારાફરતી વર્ગ સમક્ષ રજૂ કરી તેના પ્રતિભાવો( સારી- નરસી બાબતો, ઉમેરવા લાયક  બાબતો)  દરેક ગૃપ પાસેથી લેવામાં આવ્યા હતા. 


વચ્ચે વચ્ચે તાલીમને રસપ્રદ બનાવવા બાળગીતની પણ રમઝટ ચાલતી!! થોડા થોડા સમયના અંતરે ડૉ.પ્રકાશભાઈ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવતું હતું. બી.આર.સી.વિજયભાઈ પટેલ દ્વારા પણ વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી  સમાજ સમક્ષ શિક્ષકોએ કેવી રીતે સારી છાપ છોડી શકાય તેની રમૂજી શૈલીમાં ટકોર કરી હતી. ત્રીજા દિવસના તાલીમ દરમ્યાન મોડ્યુલ આધારિત કરવાની પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. ત્રીજા દિવસની તાલીમની શુભ શરૂઆત પ્રથમ દિવસે તાલીમના શરૂઆત પ્રાર્થના ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ચિમનપાડા પ્રા.શાળાના શિક્ષિકા ભાવનાબેન અભિનય સાથે બાળગીત રજૂ કરવામાં આવ્યું.ત્યાર બાદ તજજ્ઞ મિત્રો દ્વારા તમામ ગૃપને HW, EC, અને IL LO ની  વહેચણી કરી  તેમાં  કઈ કઇ પ્રવૃત્તિઓ, રમતો, જોડકણાં, બાળગીત નો સમાવેશ થાય છે. તેની નોંધ કરાવી દરેક ગૃપનાં બે તાલીમાર્થીઓ પાસે રજુઆત કરવી અન્ય શિક્ષકો પાસે તેની નોંધ કરાવી હતી. તાલીમના પ્રથમ દિવસે ઓનલાઇન પ્રી ટેસ્ટ અને અને અંતિમ દિવસે ઓનલાઇન પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. ત્રીજા દિવસની તાલીમનાં છેલ્લા સેશનમાં ડો.પ્રકાશભાઈ પટેલ સાહેબે સાંપ્રત પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોઝીટીવ રીતે શિક્ષણ કાર્ય કરવા પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતું.










Comments

Popular posts from this blog

Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

   Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper      Khergam news updates : 13-06-2024

છઠ્ઠી ડિસેમ્બરથી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું કરવામાં આવેલ આયોજન.

     છઠ્ઠી ડિસેમ્બરથી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના  તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું  કરવામાં આવેલ આયોજન. રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત નવસારી જિલ્લાના તમામ તાલુકાઓ તથા નગરપાલિકામા તા.૨૩ ડિસેમ્બરે અને નવસારી જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. નવસારી જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર યોગ સ્પર્ધા કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંક: https://snc.gsyb.in પરથી તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. Official website link  :  https://snc.gsyb.in/ સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે.  ૨૩ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ આયોજિત થનાર તાલુકા અને નગરપાલિકા વિસ્તારના યોગ સ્પર્ધા કાર...

Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad

 Dahod District Praveshotsav 2024 : Dahod,Garbada,Limkheda,Devgadhbariya, Zalod,Fatepura,Dhanpur, senjeli,Singvad *દાહોદ જિલ્લાના બાળકોએ ઉજ્જવળ ભવિષ્યની દિશામાં “કુમકુમના પગલાં પાડ્યા*” ૦૦૦ *ગરબાડા તાલુકાના નવાફળિયા વર્ગ પ્રાથમિક... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો ૦૦૦ આંગણવાડી અને... Posted by  Info Dahod GoG  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪ ૦૦ દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ... Posted by  Info Dahod GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી ૦૦ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ... Posted by...