તારીખ :૧૨-૦૬-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવસારી જિલ્લા અને શિક્ષણ ભવનનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના હસ્તે શૈક્ષણિક કીટ દ્વારા ૧૩ બાળકોને પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરી ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એક દાતાશ્રી તરફથી શાળામાં ભણતા તમામ ૪૭ બાળકોને બેગ સ્વરૂપે અંદાજિત 16000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું
આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટર ભાવિકાબેન પટેલ ગામનાં સરપંચશ્રી પંકજભાઈ નાયક, ગ્રામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી.નાં અઘ્યક્ષ અજયભાઈ નાયક તથા સભ્યો, આંગણવાડી કાર્યકરો,વાલીઓ હાજર રહ્યા હતાં. શાળા પરિવારે ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment