Skip to main content

Posts

Showing posts from July, 2023

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.

             આજરોજ  તારીખ ૩૧-૦૭-૨ ૦૨૩નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તારીખ 26.07.23ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યાર બાદ તારીખ.27.07.2023 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં માત્ર 14 ઉમેદવારે  ઉમેદવારી ફોર્મ સાચા હતા જેમને નિશાન ની ફાળવણી કરવામાં આવી...તેમજ ધોરણ 5થી 8 માં બધા ઉમેદવારો એ પ્રચાર કર્યો... તથા આ માટે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિગ ઓફિસર, પટાવાળા, પોલીસ ની નિમણુંક કરવામાં આવી. મતદાન માટે  ધોરણ 5 થી 8 ના બાળકોની મતદાર યાદી તૈયાર કરવામાં આવી એને ત્યારબાદ તારીખ.31.07.23 ના રોજ   બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં મહા મંત્રી અને ઉપમહામંત્રી નક્કી કરવામાં આવ્યા તે લોકો એક મિટિંગ કરી આખું   મંત્રીમંડળ ની રચના કરી મંત્રી અને ઉપમંત્રી ની નિમણુક કરવામાં આવી હતી. તે લોકો ની વિવિધ ટુકડીના સભ્યો ની રચના કરી વિવિધ કામગીરી અંગે નો રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.. જેમાં મહામંત્રી અને ઉપમહામંત્રી ના કર્યો તેમજ મંત્રી ના કર્યો ન...

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે આવેલ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.

                               ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા                        કોરોના મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.એની ઘાતક અસરોમાંથી કેટલાંક પરિવારો હજુ સુધી બહાર આવી શક્યા નથી.આવો જ એક ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે ગરીબ પણ હસતો રમતો પરિવાર સ્વ.૨મેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનો હતો.પરંતુ વર્ષ ૨૦૨૨ માં બન્નેનું અકાળે નિધન થતાં, ૪ વર્ષની નાનકડી બાળકી નોંધારી બની ગઈ છે.હવે એ બાળકી વયોવૃદ્ધ દાદાદાદી સાથે છે.દાદા લાંબી માંદગીના કારણે પથારીવશ છે.જેમાંથી દાદા અને કાકા પણ માંદગીમાંથી હાલ જ થોડા સમય પહેલા સારા થયેલ છે અને કમાનાર માત્ર વયોવૃદ્ધ દાદી જ છે.            એ વાતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ  નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો.દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા,નિદિવ અને ધર...

ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય.

    ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય. ખેરગામ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઝરણાબેન પટેલના અને ડેપ્યુટી સરપંચ તરીકે વોર્ડ નં.8 ના સભ્ય સુરેશભાઈ પટેલ વહીવટ સંભાળતા આવ્યા છે.પરંતુ સુરેશભાઈ પટેલે થોડા દિવસ પુર્વે પોતાના અંગત કારણસર અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા પંચાયતમાં નવા ડેપ્યુટી સરપંચ માટે અંદરખાને રાજકીય માહોલ ગરમાયો હતો. ડેપ્યુટી સરપંચની ગત ચૂંટણીમાં પોતાના હરીફ વોર્ડ નં.13 ના સભ્ય  જીગ્નેશ પટેલથી એક એકમાત્ર મતે આગળ રહી ડેપ્યુટી સરપંચ તરીકે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.તેમના રાજીનામાને પગલે નવા ડેપ્યુટી સરપંચ માટે સોમવારે 12:30 કલાકે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં પેટા ચૂંટણી રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ 13 ના જીગ્નેશ પટેલે આ વખતે ફરીથી ડેપ્યુટી સરપંચના હોદ્દા માટે ઉમેદવારી કરી હતી,જ્યારે તેમની સામે વોર્ડ નં 11 ના સભ્ય શૈલેષભાઇ વજીરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.ખેરગામ ગ્રામ પંચાયતમાં 16 વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં શૈલેષ પટેલ તરફી સાત સભ્યોએ હાથ ઊંચા કરી પોતાનો મત રજુ કર્યા હતા. જ્યાર...

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

   તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી. ૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી. ૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી. ૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ . મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું. ૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે. ૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા ...

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ' ખુલ્લો મુકાયો.

    તારીખ : ૧૨-૦૭-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આઇ.સી.ડી.એસ., શિક્ષણ અને આરોગ્ય શાખા દ્વારા આયોજિત ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ખેરગામ તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ દ્વારા ખુલ્લો મુકાયો હતો.  જેમાં રક્ષાબેન પટેલ દ્વારા યુવિકાઓને  સંબોધન કરીને કન્યાઓને ભણીગણી આગળ વધવા હાકલ કરી હતી જ્યારે માતાઓને કન્યાઓ માટે પાછળ  સમય ફાળવી તેમની મુશ્કેલીઓને સમજવા પર ભાર મૂક્યો હતો.   આ કાર્યક્રમ આજના દિનથી એટલે કે ૧૨મી જુલાઈથી શરૂઆત થઈ બારમી ડિસેમ્બર સુધી ચાલશે. ડિસેમ્બર સુધીના અઠવાડિયાના ત્રણે  દિવસનાં કાર્યક્રમની રૂપરેખા અગાઉ એપ્લિકેશનમાં ફાળવી દેવામાં આવી છે. જેમાં આરોગ્ય કર્મચારી, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, પોલીસતંત્ર વિભાગ જેવા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓની નિમણુક અગાઉથી કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લાની કુલ ૨૧૨ પ્રાથમિક શાળાઓમાં આજથી અમલ શરૂ થયો છે. આ ક્રિયાકર્મ માટે 41 લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમને જે તે વિસ્તાર ફાળવી દેવામાં આવ્યો છે. તે પ્રમાણે તેઓ શાળાઓની વિઝિટ કરશે.  આજના દિને  ખેરગામ પોમાપાળ, શ...

ગૌરીવ્રત ઉજવણી નિમિત્તે ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

                       તારીખ 04-07-2023નાં દિને ગૌરીવ્રત ઉજવણી નિમિત્તે ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓએ આરતીની થાળી શણગાર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, કેશગૂફન સ્પર્ધા,વેશભૂષા સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.  બાળકોમાં વિવિધ વિષયોમાં રસ કેળવાય અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવા મળતી હોય તે ઘણા ઉત્સાહ અને ઉમંગથી કરવા પ્રેરાય છે.  આરતી થાળી શણગાર સ્પર્ધા : આ સ્પર્ધા બાળકોની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને વિગતવાર ધ્યાન વધારી શકે છે. તે પ્લેટને સુશોભિત કરતી વખતે તેમને વિવિધ સામગ્રી, રંગો અને ડિઝાઇનની શોધ કરવાની મંજૂરી આપે છે. મહેંદી સ્પર્ધા:  મહેંદી સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં ઉત્તમ મોટર કૌશલ્ય(motor skill મોટર કૌશલ્ય એ એક કાર્ય છે જેમાં ચોક્કસ કાર્ય કરવા માટે શરીરના સ્નાયુઓની ચોક્કસ હિલચાલનો સમાવેશ થાય છે.), ધીરજ અને સર્જનાત્મકતાનો વિકાસ થઈ શકે છે. જટિલ મહેંદી ડિઝાઇન લાગુ કરવા માટે એક સ્થિર હાથ, ધ્યાન અને પેટર્ન અને સમપ્રમાણતાની સમજની જરૂર છે....

ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

    આજ રોજ તારીખ 04.07.2023 ને મંગળવાર  રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામમાં ગૌરીવ્રત નિમિત્તે ધોરણ 6 થી 8 માં વિવિધ સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યુ. જેમાં આરતી શણગાર, મહેંદી સ્પર્ધા તેમજ કેશગુંફન જેવી વિવિધ સ્પર્ધા રાખવામા આવી.                  સૌપ્રથમ આરતી શણગારની સ્પર્ધા કરવામાં આવી. જેમાં આરતી શણગારની તમામ અવનવી સામગ્રી બાળકો ઘરેથી લઈ આવ્યા હતા. ભાગ લેનાર બાળકો ખૂબ જ તૈયારી સાથે આવેલ હતા. તમામ બાળકોએ પોતાની સૂઝબૂઝથી ખૂબ જ કલાત્મક થાળીઓ શણગારી. ત્યાર બાદ બાળાઓ માટે કેશગુંફનની હરીફાઈ રાખવામા આવી. જેમાં દરેક બાળાએ વાળ સજાવટ માટે વિવિધ પ્રકારની પીનો, ફૂલોનો ઉપયોગ કરી સરસ મજાનું કેશગુંફન કર્યું.                   અંતમાં બાળાઓ માટે મહેંદી હરીફાઈ રાખવામા આવી. જેમાં સ્પર્ધકે પોતાના સહપાઠીના હાથમાં ખૂબ જ સુશોભિત મહેંદી કરી હતી. બાળાઓએ ખૂબ જ ચીવટ અને ચોકસાઈપૂર્વક મહેંદી દોરી સૌને મોહી લઈ સ્પર્ધા પૂરી કરી. જેમાં અંતમાં વિજેતા ક્રમ પણ આપવામાં આવ્યો. મહેંદી સ્પર્ધા  કેશ ગ...