ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તા.08/08/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની એડવાન્સમાં શાળાના SMC સભ્યો, શિક્ષક મિત્રો, બાળકો અને વાલીઓ દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી.
આજના દિવસે શાળામાં વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જે શાળા શિક્ષકો દ્વારા બાળકોને માત્ર બે જ દિવસમાં કૃતિઓ તૈયાર કરાવી હતી તે બદલ શિક્ષકો મિત્રોનો ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલ આભાર વ્યક્ત કરે છે.
આજના આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં SMCના અધ્યક્ષ અનિલ પવાર, SMCના સભ્યશ્રીઓ અશોક પટેલ, કૌશિક પટેલ, સ્મિતા પટેલ, અનિષા પટેલ, ફાલ્ગુની પટેલ, હરિલાલ પટેલ,અરવિંદ પટેલ,અનિલ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ, સભ્યશ્રી ઉમેદભાઈ,મગનભાઈ,સુનિલભાઈ,નયનભાઈ, જયેશભાઇ, અને ગામના મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

Comments
Post a Comment