ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વાવ પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
આજરોજ...તા.11.08.23ના રોજ વાવ પ્રાથમિક શાળા માં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીશ્રી,smc ના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી.
ત્યારબાદ વસુધાવન અંતર્ગત ૭૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..












Comments
Post a Comment