Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

નારણપોર પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.

  

નારણપોર પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો. 


આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ નારણપોર પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

              ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જુદી-જુદી પ્રવૃતિ માં બધા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં તમામ બાળકોએ ખૂબ આનંદભેર પ્રવૃત્તિ જોઇ ખૂબ આનંદની લાગણી થતી હતી..
                 જીવનકૌશલ્યો દ્વારા બાળકમાં રહેલી શક્તિઓ અને આવડતો પારખવાનું અને તેના દ્વારા જીવનમાંઆવતા પડકારોને કુશળતા પૂર્વક ઉકેલી જીવનના ઉત્તમ વિકાસ માટે પૂરતી તક પૂરી પાડવાનું ઉત્તમ સ્થાન એટલે જ “જીવન કૌશલ્યો આધારિત બાળમેળો”














 










Comments