ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં દિને તાલુકા પંચાયત કચેરી ખેરગામ ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ,તાલુકા પંચાયતનાં સભ્યો, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, હિસાબી અધિકારી ભાવેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રષણભાઈ પટેલ, તમામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટરશ્રીઓ, અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ વર્ષે ખેરગામ તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હોય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ૧૪મી ઓગસ્ટની સાંજે યોજાયો હતો.જેમાં તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.





Comments
Post a Comment