Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                      


ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 

                         જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ્રથમ ક્રમાંક  અને બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નિયતિ મનોજભાઈ પટેલ ધોરણ -૭ પ્રથમ ક્રમાંક  મેળવી હવે તેઓ જિલ્લા કક્ષાએ કલા ઉત્સવમાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

                       આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, નવસારી ડાયટનાં લેક્ચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી તથા કુમાર શાળા ખેરગામના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ. પાટી સી.આર.સી. ટીનાબેન પટેલ ખેરગામ બી.આર.પી નિમિષાબેન આહિર.  મુખ્ય શિક્ષકો, અને શિક્ષકો હાજર રહ્યા હતાં.




Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

ઝારખંડના હજારીબાગ ખાતે ભારતના માનનીય કેન્દ્રીયગૃહ અને સહકારમંત્રીશ્રી અમિત શાહની અધ્યક્ષતા ૫૯મી રાઇઝિંગ ડે પરેડ યોજાઈ.

ઝારખંડના હજારીબાગ બીએસએફ તાલીમ કેન્દ્ર,શાળા અને મેરુ કેમ્પ ખાતે ૫૯મી રાઇઝિંગ ડે પરેડ. ઝારખંડના હજારીબાગ ખાતે ભારતના માનનીય કેન્દ્રીયગૃહ અને સહકારમંત્રીશ્રી અમિત શાહની અધ્યક્ષતા ૫૯મી રાઇઝિંગ ડે પરેડ યોજાઈ. માનનીય કેન્દ્રીય મંત્રીએ દળના જવાનોને શૌર્ય માટે પોલીસ મેડલથી નવાજ્યા BSFની 16 બટાલિયનને 'જનરલ ચૌધરી ટ્રોફી' એનાયત 142 બટાલિયન BSFને 'LWE ઓપરેશન્સ માટે ડાયરેક્ટર જનરલનું બેનર' એનાયત કરાયું જમ્મુ ફ્રન્ટિયરને 'મહારાણા પ્રતાપ ટ્રોફી બેસ્ટ ફ્રન્ટિયર ઇન બોર્ડર મેનેજમેન્ટ' અને 'અશ્વિની કુમાર ટ્રોફી ફોર એક્સલન્સ ઇન ટ્રેનિંગ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ' એનાયત ફિલ્ડ જી ટીમ કુપવાડાને બેસ્ટ ફીલ્ડ જી ટીમ માટે ડાયરેક્ટર જનરલની ટ્રોફી એનાયત કરવામાં આવી. 1લી ડિસેમ્બર 2023 ના રોજ, ભારતની પ્રથમ રક્ષાની લાઇન, બોર્ડર સિક્યુરિટી ફોર્સે BSF ટ્રેનિંગ સેન્ટર અને સ્કૂલ મેરુ કેમ્પ હજારીબાગ (ઝારખંડ) ખાતે 59માં ઉદય દિવસની ઉજવણી માટે ઔપચારિક પરેડનું આયોજન કર્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, વિશ્વની સૌથી મોટી સરહદ રક્ષક દળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની 6386.36 કિમી આંતરરાષ્ટ્રીય ...

વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.

             વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.    તારીખ:૦૭-૦૧-૨૦૨૪ના દિને વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ હતી. આ પૂજાનું  આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે સતત ૧૫ વર્ષથી ચાલે છે. જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેનો લાભ ફળિયાના લોકો,મિત્રમંડળ અને સગાંવહાલાં લે છે. ઈશ્વરભાઈ પટેલનાં જણાવ્યા મુજબ શરૂઆતનાં અમુક વર્ષો બાદ કરતાં હાલ મહાપ્રસાદ માટે સીધુ સામાન બરમ દેવની કૃપાથી દાન સ્વરૂપે મળતું રહ્યું છે. ખેરગામના એક કરિયાણાના વેપારી દાતા  તરફથી પૂજા માટેની સામગ્રી નામ જાહેર ન કરવાની શરતે અચૂકપણે આપે છે.આ કાર્યક્રમ વેણ ફળિયાના નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી. પટેલની નિગરાનીમા દર વર્ષે નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આ કાર્યક્રમનાં ખર્ચનો પાઈ પાઈનો હિસાબ કાર્યક્રમ પત્યા પછી જાહેરમાં રજૂ કરવામાં આવે છે. વેણ ફળિયાના યુવાનોની એકતા ખેરગામ માટે એક ઉદાહરણરૂપ મિશાલ છે.