Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
l in
સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલી યોજાઈ.
તારીખ ૧૫-૦૮-૨૦૨૩ની પૂર્વ સંઘ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ પ્રશાસન પણ બાઈક રેલી સાથે જોડાયું હતું. આ મશાલ રેલીમાં નાતજાત રાજકાજ ભૂલી ખેરગામ તાલુકાના આગેવાનો, મહાનુભવો, પક્ષ - વિપક્ષના હોદ્દેદારો અને ગામનાં અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. આ મશાલ રેલી રાષ્ટ્રીય એકતાનાં પ્રતીક સમાન જોવા મળી હતી. આ રેલી દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ,થઈને બાબા સાહેબ આંબેડકર સર્કલ અને ખેરગામ બજાર સુધી યોજાઈ હતી. આખી રેલી તિરંગામય બની હતી. બાળકો જાતજાતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ખેરગામના કથાકાર પ.પૂજ્ય પ્રફુલ શુક્લ મહારાજે રેલીને સંબોધિત કરી આશીર્વચન પાઠવ્યા હતા. ખેરગામના પી એસ આઈ સાહેબ રેલીમાં ઉપસ્થિત રહી પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
Comments
Post a Comment