Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી.

    


        તારીખ ૦૯-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી.

સૌ પ્રથમ બિરસા મુંડા સર્કલ પાસે ખેરગામ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી ૧૦ જેટલા ડી.જે. અને તૂર વાજિંંત્ર સાથે લોકો ભેગા થયા હતાં.નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ શ્રી નિરવ પટેલ, ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, અને  ઉપસ્થિત આદિવાસી નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ મણીપુર  રાજ્યમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ જઘન્ય ઘટના બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીજેના  અને તૂરના તાલે નાચગાન કરતા કરતા રેલી કાઢ્વામા આવી હતી. બજારમાં વ્હોરા સમાજ અને શ્રીજી  હોટેલનાં માલિક શ્રી પ્રકાશભાઈ મોદી દ્વારા આદિવાસી નેતાઓને પુષ્પ્માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 


              ખેરગામ બજાર થઈને રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ  કરી રેલી દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી આગળ પ્રસ્થાન કરી પાણીખડક ચાર રસ્તા પર આવેલ તાત્યા મામા ભીલ સર્કલ પાસે  તાત્યા મામા ભીલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ઢોલુમ્બર ચાર રસ્તા થઈ આછવણી ગામે રામેશ્વર મંદિરનાં પટાંગણ પર પૂર્ણાહૂતી કરવામાં આવી હતી. અહીં રેલીમાં ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈ-બહેનોએ પ્રિતિભોજન કરી છૂટા પડ્યા હતાં. 


     આ પ્રસંગે ખેરગામ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ સાહેબ અને અન્ય પોલીસ સહકર્મીઓનો માનવતાવાદી  ઉમદા સાથ - સહકાર મળ્યો હતો. જે માટે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. નિરવ પટેલ તથા આદિવાસી સમાજના શુભ ચિંતક આશિષ પટેલ અને સમાજનાં આગેવાનો પોલીસ સ્ટાફનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ વખતે આદીવાસી સમાજનાં લોકો પણ સ્વેચ્છાએ પોતાની ફરજ સમજી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. અત્યાર સુધીનાં વિશ્વ આદીવાસી દિવસની ઉજવણીમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું. 





Comments

Popular posts from this blog

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આય...

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

                Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપ...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

   Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણ...