ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા વિધવા માતા - બહેનોને અને વિકલાંગ ભાઈ - બહેનોને કેસર કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા આજ રોજ અનાસ - ખેંગ અને ટાંડા ગામમાં ગામ દીઠ 100 અને વ્યક્તિ દીઠ એક વિધવા માતા બહેનો અને વિકલાંગ ભાઈઓ અને માતા બહેનોને કેસર કેરી આંબાના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જે બદલ આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી મહેશભાઈ રોઝ, ડે.સરપંચશ્રી રાકેશભાઇ, તાલુકા સભ્ય મેલાપ રોઝ, શિક્ષક ગુલાપ રોઝ, નિવૃત્ત મામલદારશ્રી જી.એસ.સાંગોડ સર તથા આદિજાતિ સમાજના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.









Comments
Post a Comment