ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.
તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ. આ સ્વતંત્રતા દિવસે વીર શહીદોના નારા સાથે પ્રભાતફેરીનું આયોજન તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે શાળામાં સ્વાતંત્ર્ય દિન અંતર્ગત સેલ્ફીપોઇન્ટ મૂકવામાં આવ્યું હતું. જે ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું. જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પોતાની સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
જેમાં ગામનાં સરપંચશ્રી, આગેવાનો, મહાનુભવો,ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
















Comments
Post a Comment