Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

નવસારી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.

          

નવસારી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.


જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સરકાર જિલ્લા-તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરના અધ્યક્ષસ્થાને ગીતા મલ્ટિપર્પઝ હોલ, મણિનગર કેમ્પસ, ખારેલ, ગણદેવા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના ત્રણ અને તાલુકાકક્ષાના બે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી શિક્ષકદિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.


સમારોહમાં શિક્ષણવિદ્ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષકના રૂપમાં અમૂલ્ય યોગદાનને યાદ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરે જણાવ્યું હતું કે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાની આગવી બુદ્ધિ-પ્રતિભાથી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ પ્રગટતી હતી.

શિક્ષકની વંદના કરવાનો દિવસ હોવાનું જણાવી ઉમેર્યું કે, સાધુ એ શીલનો, મા એ કરુણાનો અને ગુરુ એ જ્ઞાનનો પર્યાય છે. પરંતુ એકલો શિક્ષક જ શીલ, જ્ઞાન અને કરુણાનો ત્રિવેણી સંગમ છે. શિક્ષક એ સમાજના ગુણાત્મક પરિવર્તનનો પાયો છે. આજે રાજ્ય સરકારે ગામેગામ આંગણવાડી, ડિજિટલ શિક્ષણ આપતી શાળાઓનું નિર્માણ કરી ચારેકોર શિક્ષણને સુલભ બનાવ્યું છે. આ અવસરે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, શિક્ષક એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે. શિક્ષક દ્વારા જ જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે. ગુરુના જ્ઞાન, પ્રેરણા અને પ્રયત્નોથી જ વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલે છે. બાળકોના ચરિત્રનું ઘડતર શિક્ષક જ કરતા હોય છે. 


નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, સંસ્કાર સિંચન કરનાર શિક્ષકની વંદના શાળા સમયના શિક્ષકોને શિક્ષક દિને અવશ્ય યાદ કરી આદરભાવ દર્શાવવો જોઇએ. 

આ વેળા પ્રમુખના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ તરીકે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ-૧૦ અને ૧૨નું ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ, પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શાલ, સન્માન, સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું. તેમજ ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અદ્યતન નિષ્પત્તિ, પ્રશ્નબેંક પુસ્તિકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષા દર્શનાબેન પટેલ, પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી, નવસારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Comments

Popular posts from this blog

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

   તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી. ૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી. ૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી. ૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ . મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું. ૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે. ૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા ...

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અન...

ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી.

 ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. @CMOGuj   @sanghaviharsh   @dgpgujarat   @GujaratPolice   pic.twitter.com/XuXFOArFZr — SP DANG (@SPDangAhwa)  September 5, 2024