ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.
ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.
તારીખ :૧૧-૦૯-૨૦૨૩નાં દિને જીસીઇઆરટી– ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારીના સયુંકત ઉપક્રમે આયોજીત નિપુણ ભારત અંતર્ગત ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટેની વાર્તા(નિર્માણ) લેખન સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં ખેરગામ કન્યા શાળા તા ખેરગામ જિ.નવસારીની વિદ્યાર્થિની ધૃવી સુનિલભાઈ પટેલ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેમને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને ખેરગામ શિક્ષક સંઘ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.


Comments
Post a Comment