Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન.

   

 પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન.

--- વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો દર્શાવ્યાં.

ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ભાષા સંવર્ધન, સજ્જતા અને સંરક્ષણ માટે પ્રતિષ્ઠાનના અગ્રણી અને બાળ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહના સહજ, સરળ અને રસપ્રદ સંચાલન દ્વારા પારડીની શ્રી બ્રહ્મર્ષિ સાતવળૅકર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સ્વાધ્યાય મંડળ ખાતે એક દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ હતી. 

કાર્યશાળાના ઉદ્ઘાટન અવસરે સ્વાધ્યાય મંડળના અગ્રણી અને સંસ્કૃત બોર્ડના સભ્ય રાજેશભાઈ રાણાએ માતૃભાષા ગુજરાતીના હર્ષદભાઈ શાહના અનન્ય ભાષા પ્રેમ અને કૌશલ્ય દ્વારા શિક્ષણથી સૌ ગૌરવાન્વિત થશે એવી કામના સાથે ગંધાક્ષત અને સ્મૃતિભેટથી હાર્દિક સ્વાગત કર્યું હતું. ચાર સત્રીય કાર્યશાળામાં એક એક વર્ણના મહત્વ સાથે વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની રસપ્રદ સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો પોતાની અનોખી શૈલીમાં દર્શાવ્યાં હતાં. જોડણીના વિવિધ નિયમો સમજાવી એક જ્ઞાનવર્ધક કસોટી દ્વારા ભાષા જ્ઞાનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમાપન- પાથેય આપતા હર્ષદભાઈ શાહે શુદ્ધ ગુજરાતી ભાષા સમજી અને તેના સતત અભ્યાસ દ્વારા ભાષાપ્રેમ દાખવી માતૃભાષાના સંવર્ધન માટે જાગ્રત પ્રયાસ કરવા સૌને અનુરોધ કર્યો હતો. માતૃભાષાના ગૌરવ સંવર્ધન માટેની આ કાર્યશાળામાં શિક્ષક, પત્રકાર, જિજ્ઞાસુ નાગરિક અને વિદ્યાર્થીઓએ સંવાદપૂર્ણ સહભાગી થઈ માતૃભાષાના મહિમામયી પ્રશિક્ષણને માણ્યું હતું. 


કાર્યશાળા અંગે શિવમ જાની અને દર્શનાબહેન કનાડાએ માતૃભાષા અંગે પ્રાપ્ત થયેલા શિક્ષણ અંગે અનેરો આનંદ ભાવ વ્યક્ત કરી માતૃભાષા અંગે સતત કાર્યક્રમો યોજાય એવી અભિલાષા દર્શાવી હતી. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડૉ. ઠોસરે સંસ્કૃત-ગુજરાતી ભાષાના ગૌરવને સંવર્ધિત કરતી કાર્યશાળા માટે ખુશી વ્યક્ત કરી હર્ષદભાઈ શાહનું ગંધાક્ષત અને પુસ્તક પુષ્પ દ્વારા ઋણ સ્વીકાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ મહેતાએ કર્યું હતું. 

સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ સપ્ટેમ્બર 

Comments

Popular posts from this blog

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી.

             તારીખ ૦૯-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી. સૌ પ્રથમ બિરસા મુંડા સર્કલ પાસે ખેરગામ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી ૧૦ જેટલા ડી.જે. અને તૂર વાજિંંત્ર સાથે લોકો ભેગા થયા હતાં.નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ શ્રી નિરવ પટેલ, ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, અને  ઉપસ્થિત આદિવાસી નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ મણીપુર  રાજ્યમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ જઘન્ય ઘટના બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીજેના  અને તૂરના તાલે નાચગાન કરતા કરતા રેલી કાઢ્વામા આવી હતી. બજારમાં વ્હોરા સમાજ અને શ્રીજી  હોટેલનાં માલિક શ્રી પ્રકાશભાઈ મોદી દ્વારા આદિવાસી નેતાઓને પુષ્પ્માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું.                ખેરગામ બજાર થઈને રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ  કરી રેલી દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધી...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

        Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.