ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ કુમાર શાળામાં સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
તારીખ :૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળામાં મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન ખેરગામ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારશ્રીનીઆગવી યોજના જે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાય છે. જે શાળા soe માં પસંદગી પામી હોય તેવી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સ્માર્ટ બોર્ડ હોય છે જે ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે. જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેમાં ડિજિટલ રાઈટિંગ કરી શકાય અને રબરની જેમ સાફ પણ થઈ શકે છે. જેમાં ઓનલાઇન ઓડિયો વીડિયો, YouTube, google search, G-shala program જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને બાળકો પણ ઓપરેટ કરી શકે છે.




Comments
Post a Comment