Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમા જિલ્લા કક્ષાએ બહેજ પ્રા. શાળાના બાળકોએ હાંસલ કરેલ સિધ્ધિઓ.
જિલ્લા કક્ષાએ યોજાયેલ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાના તમામ રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં લાંબી કૂદમાં પ્રેઝી આહિર પ્રથમ જ્યારે 200 મી દોડમાં તૃતીય ક્રમાંકે, ઊંચીકૂદમાં શિવમ તૃતીય ક્રમાંકે, ઉર્વી દ્વિતિય ક્રમાંકે, અને નીતિ આહિર તૃતીય ક્રમાંકે, 600 મીટર દોડમાં મેહુલ અનિલ તૃતીય ક્રમાંકે, 400 મીટર દોડમાં સલોની સુનિલ તૃતીય ક્રમાંકે, ચક્રફેકમાં નીરજા રાજેશભાઈ દ્વિતીય ક્રમાંકે, તથા નિધિ નિલેશ માહલા તૃતીય ક્રમાંકે જ્યારે ત્રિપલ જંપમાં ગંગેશ્વરી મહેશભાઈ માહલા તૃતીય ક્રમાંકે આવી શાળાનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ તૈયાર કરવા તેમજ તેમને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે શાળાનાં શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે. રમતગમત ક્ષેત્રે આ શાળાના બાળકો શાળાનું નામ રોશન કરે જ છે.
લાંબીકૂદમાં પ્રેઝી ધનસુખભાઈ આહિર પ્રથમ ક્રમાંક મેળવી હવે પછી રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
શાળા પરિવાર તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.
Comments
Post a Comment