‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.
સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્ડ વોશ, મામાભાચા ગામમાં સ્વચ્છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા.
વાપી તાલુકાના છીરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છતા હી સેવામાં" સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો.
સ્રોત માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ સપ્ટેમ્બર
Comments
Post a Comment