ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગૌરી ગામે ગ્રામપંચાયત નેજા હેઠળ ગૌરી પ્રાથમિક શાળામાં મફત નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.
આજ રોજ ગૌરી ગામે ગ્રામપંચાયત નેજા હેઠળ ગૌરી પ્રાથમિક શાળામાં આર.એન.સી.ફ્રી.આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા મફત નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખેરગામ તાલુકાના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, કેમ્પના ડૉકટરશ્રીઓ, શાળાના શિક્ષકો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરુઆત કરવામાં આવી હતી.
જેમાં ૧૯૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આવનારા સમયમાં આવા કેમ્પ રાખી વિવિધ પ્રકારના લાભો મળી રહે એ હેતુથી ગ્રામ પંચાયત ગૌરી તત્પર રહશે. જે તમામ સહકાર આપનારને''ગ્રામ પંચાયત ગૌરી' 'ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
મફતમાં આંખની સારવાર આપતી RNC આઇ હોસ્પિટલ વલસાડ 104 વર્ષથી અવિરતપણે સેવા આપે છે.
વલસાડની આ હોસ્પિટલમાં ગુજરાત જ નહી, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે



Comments
Post a Comment