Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

  

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની  પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 

ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે  ડિસેમ્બર 2023-2024 વર્ષમાં તારીખ15-12-2023 થી 17-12-2023  દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 25 જેટલા રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીનીબેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે તારીખ : 6-12-2023 થી 12-12-2023 સુધી 7 દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી જિલ્લાનું તેમજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ દેશમાં સોનેરી અક્ષરે ઝળહળતું કર્યું છે

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શાળા પરિવાર રમતવીર ધ્રુવીની પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. 



Comments

Popular posts from this blog

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ, જેમાં તા.10/06/2024 થી 29/06/2024 સુધી ચાલનારા "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન" અંતર્ગત જરૂરી ચર્ચા કરવામાં આવી. #Leprosy #LeprosyAwareness @CMOGuj @InfoGujarat @GujHFWDept pic.twitter.com/mWtb2o12Ze — Collector & DM Navsari (@CollectorNav) June 8, 2024

Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

 Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

                 નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આજરોજ તારીખ 05-09-2 023નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.  ખેરગામ તાલુકાની  નારણપોર ગામ સ્થિત નારણપોર પ્રાથમિક શાળા ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમા શાળાના ધોરણ ૬થી૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક બની ધોરણ ૧ થી ૮ મા શિક્ષણ કાર્ય કર્યું હતું. સૌ પ્રથમ પ્રાર્થના સંચાલન બાદ દરેક વિદ્યાર્થી મિત્રોએ સુંદર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. એક દિવસ માટે શિક્ષક બનવાનો અનેરો આનંદ મેળવ્યો હતો.