ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ચીખલીના ખૂંધમાં આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬ ટીમો વચ્ચે જંગ ખેલાયો.
ચીખલીનાં ખૂંધ ગામે કલવાચ ફળીયામાં રવિવારે આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે ૬ ટીમો વચ્ચે રોચક જંગ જામ્યો હતો.
આ પ્રસંગે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ (મજીગામ), ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખઅને ઘોલારના સરપંચ વલ્લભ દેશમુખ, ચીખલી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ યોગેશ પટેલ, નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ હેમાંગીની પટેલ, બામણવેલ ગામના ડેપ્યુટી સરપંચ રશ્મિકાન્ત પટેલ તેમજ ખૂંધ ગામના આગેવાન રમેશ પટેલ,વલ્લભ થોરાટ, સ્નેહલ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલએ યુવા ક્રિકેટરોને શુભેચ્છાઓ પાઠવી હતી.



Comments
Post a Comment