અમલસાડ સરી કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
અમલસાડ સરી કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં ૪ દિવસ અને ૫ રાત્રીનો સમાવેશ થાય છે.
સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લાના નડા બેટની મુલાકાત લેવામાં આવી જ્યાં ભારત - પાક બોર્ડર સીમાદર્શન અને BSF જવાનોની પરેડનો અદ્ભુત નજારો, ડોગ સ્કોડ, જવાનોની વીરગાથા, નડેશ્વરી માતાજીના પૂજારી તરીકે BSF જવાનોની નિત્ય સેવા જોવાનો, ઝીરો પોઈન્ટ અને લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવાનો લ્હાવો લીધો હતો.
ત્યારબાદ કચ્છમાં ભૂજ( પ્રાગ મહેલ, આઈના મહેલ, સ્વામિનારાયણ મંદિર, મ્યુઝિયમ) સફેદ રણ, માતા નો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, અંબેધામ મુદ્રા પોર્ટ. અંજાર ( જેસલ તોરલ સમાધિ, કબરાવ ધામ) અને ચોટીલા વગેરે પ્રવાસધામો મુલાકાત લેવામાં આવી હતી. આમ શૈક્ષણિક હેતુસર અમલસાડ સરી કન્યા શાળા દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે છે.
Comments
Post a Comment