ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ડેબરપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ : ૨૮ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન નવસારી જિલ્લાની ખેરગામ તાલુકામાં આવેલી ડેબરપાડા પ્રાથમિક શાળાના શૈક્ષણિક પ્રવાસનું બાળકો માટે શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિ પ્રવાસન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
જેમાં સારંગપુર, વિરપુર, ખોડલધામ, સોમનાથ, જૂનાગઢ (સક્કરબાગ, અશોક શિલલેખ, ભવનાથ ) અને ગિરનારની મુલાકાત લીધી હતી. ગિરનાર પર્વત પર બાળકોને રોપ વે દ્વારા માતાજીના દર્શન કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફર્યા હતા
આમ ડેબરપાડા પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષણમાં ઉપયોગ એવા સ્થળોની મુલાકાત લીધી હતી જે દરમિયાન શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી.



Comments
Post a Comment